- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.
Showing posts with label PRERAK VARTA. Show all posts
Showing posts with label PRERAK VARTA. Show all posts

Saturday, 12 March 2016

SOFTWARE ENGINEER PRERAK VARTA

એક પ્રેરક વાર્તા -

એક સોફ્ટવેર એન્જીનીયર હતો, એક દિવસ તે તળાવના કાંઠે બેસીને લેપટોપ માં પોતાનું કામ કરતો હતો.

એટલામાં કોઈ કારણ સર તેનું લેપટોપ તળાવમાં પડી ગયું. એન્જીનીયર વિચારવા લાગ્યો કે હવે શું કરવું? એવામાં માંજ તેને કઠિયારાની વાત યાદ આવી, જે બાળપણ માં તેના દાદા તેને કહેતા હતા. તેને વિચાર્યું કે પ્રયત્ન કરવામાં શું વાંધો છે?

તેને તળાવની દેવી ને પ્રાર્થના કરી કે મહેરબાની કરીને તેઓ મદદ કરે અને પાણી માં પડી ગયેલું લેપટોપ પાછું મેળવી આપે.

પ્રાર્થનાથી પ્રસન્ન થઇ તળાવની દેવી પ્રગટ થાય છે, અને એન્જીનીયરને તેની મુશ્કેલી વિષે પૂછે છે!

બોલ દીકરા શું તકલીફ છે? : દેવી બોલ્યા,

એન્જીનીયર: હું અહી બેસીને મારું કામ કરતો હતો અને ભૂલથી મારું લેપટોપ તળાવમાં પડી ગયું છે, શું તમે મને તે બહાર લાવી આપવામાં મદદ કરશો?

દેવી; કેમ નહિ દીકરા હું જરૂર મદદ કરીશ, એટલું કહીને દેવી તળાવમાં જાય છે અને થોડી વારે બહાર આવે છે ,

તેમના હાથમાં એક નાનું બોક્સ હોય છે તે એન્જીનીયર ને પૂછે છે કે આ છે તારું લેપટોપ?

એન્જીનીયર: ના આ મારું લેપટોપ નથી.

દેવી ફરીથી પાણીમાં જાય છે અને બહાર આવેછે ત્યારે તેના હાથમાં પહેલા કરતા થોડું મોટું બોક્સ હોય છે , તે પૂછે છે આ છે તારું લેપટોપ?

એન્જીનીયર: ના આ પણ મારું લેપટોપ નથી.

દેવી ફરીથી પાણીમાં જાય છે અને બહાર આવે છે ત્યારે તેના હાથમાં એન્જીનીયર નું મૂળ લેપટોપ હોય છે અને , તે પૂછે છે આ છે તારું લેપટોપ?

એન્જીનીયર: હા મારું લેપટોપ છે.એ લેપટોપ એન્જીનીયર નેવ આપી દેવી તળાવમાં જવાની તૈયારી કરે છે,

ત્યારે એન્જીનીયર તેઓને રોકે છે અને પ્રશ્ન પૂછે છે કે ભૂતકાળ માં જયારે કઠિયારા ની કુહાડી તળાવમાં પડી ગઈ હતી,

ત્યારે તો તમે તેને પહેલા સોનાની અને પછી ચાંદીની કુહાડી બતાવી હતી અને ત્યાર બાદ તેની મૂળ કુહાડી બતાવી હતી તો મારી સાથે આવો ભેદભાવ કેમ?

મને કેમ પહેલા નાના નાના બોક્ષ બતાવ્યા?

દીકરા : દેવી બોલ્યા, તને જે બોક્સ બતાવ્યા તે માત્ર બોક્સ નાના હતા,

પરંતુ પહેલા બતાવ્યું તે હાલનું સૌથી લેટેસ્ટ મોડેલનું આઈપેડ હતું અને ત્યાર બાદ તેનાથી મોટું બતાવ્યું તે પામટોપ હતું,

પરંતુ તને તેનું જ્ઞાન ન હતું એટલે તું ઓળખી ના શક્યો….

એટલું કહીને દેવી પાણી માં ચાલ્યા જાય છે અને એન્જીનીયર વિલે મોઢે ઘર તરફ જવા રવાના થાય છે.

મોરલ :
માત્ર જ્ઞાન હોવું જરૂરી નથી પરંતુ સમય પ્રમાણે તેમાં વધારો કરવો, નવું જ્ઞાન મેળવવું પણ ખુબજ જરૂરી છે.

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Tuesday, 8 March 2016

EK PAXI SIXIT THYAYU



અને પંખી શિક્ષીત થયું........

વાર્તા છે, રવીન્દ્રનાથ ટાગોરની – અચાનક આ વેકેશન દરમિયાન નવા વર્ષે શું કરીશું તેવા માનસિક આયોજનમાં વચ્ચે ક્યાંક ઈન્ટરનેટ પર  વાંચેલી તે ટપકી. શબ્દશઃ તો નથી યાદ પણ  કૈક આમ હતું!
 

એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું આવો એનો ધંધો! --રાજ્યના રાજાને લાગ્યું, “અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, “આ પંખીનું શું કરીએ?” એક મંત્રી કહે, “મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.”

રાજાએ પોતાના વિશ્વાસુ ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું!
પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો(!) વિચાર કર્યો અને શિક્ષણ નીતિ ઘડી કાઢી. શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.” અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે તેને શિક્ષણની નવી જ દિશા ખોલી આપી!
સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!” તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખીનું નસીબ જોરમાં છે !” પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !
એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતા વેત તેમને કહ્યું કે “આ એક-બે ચોપડીથી કઈ ના આવડે, વધુ દળદાર પુસ્તકો જોઈએ.” રાતો રાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા. થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણો પુસ્તકોનો ઢગલો થઇ ગયો! લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા. “ વાહ! વાહ! શું શિક્ષણ છે !” ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી. તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય! તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.
હવે તો સૌ બોલી ઉઠ્યા કે “ હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.”
એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે પંખીનું શિક્ષણ બરાબર નથી થતું ! રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને “આ હું શું સાંભળું છું? કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ!” ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો “ અરે! એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે.” રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું. રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે વાત ના પૂછો ! કોઈ ગોખાવતું હોય, તો કોઈ ગવડાવતું હોય, તો કોઈ શીખવતું હોય નાચ ! તામ જામ – નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો ! વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી. રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો “ મહારાજ ! પંખીને મળ્યા?” રાજા પંડિતજીને કહે “ અરે હા! એ તો યાદ જ ન આવ્યું. પંખીને જોવાનું તો રહી ગયું. ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ.” રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું. પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે. રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.
હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે. ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો !  બિચારૂ પંખી જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે જો પાંજરામાં પાંખો ફફડાવે તો કહે, “આ ગેરશિસ્ત !”  કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે “આને એના ભવિષ્યની પડી જ નથી !” બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ!
અંતે પંખી બિચારું પેટમાં સુકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને  તેનું “પંખીપણું મરી ગયું” ને ભાણેજે જાહેર કર્યું કે “પંખી શિક્ષિત thayu

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

WEL COME MY BLOG - ALPESH PARMAR

Search This Website

Our Followers

Categories

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *

Monthly Updates